ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં બનેલા હત્યાના બનાવે લોકોને હચમચાવી નાખ્યા છે. શહેરના મસૂરી વિસ્તારમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 3 માસૂમ બાળકોની હત્યાની કોશિશ કરીને પોતે પણ આત્મહત્યા કરી નાખી. 37 વર્ષના મૃતક આરોપી પ્રદીપનું મોત થઈ ગયું. પ્રદીપની પત્ની અને એક બાળકીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા હતાં જ્યાં તેમના મોત નિપજ્યાં. આ ઘટનાની જાણકારી પરિજનોને શુક્રવારે સવારે થઈ. ઘરમાંથી બાળકીના રડવાનો અવાજ આવતો હતો. ત્યારબાદ દરવાજો ન ખુલતા પોલીસને જાણ કરવામાં આવી અને દરવાજો  તોડીને અંદરથી કુંડી ખોલાઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતક આરોપી પ્રદીપ પાસેથી પોલીસને એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે જેમાં તેણે લખ્યું છે કે તેની પત્ની તેના પર શક કરતી હતી. જેના કારણે તેણે બધાની હત્યા કરીને તેમના મોઢા પર ટેપ લગાવી દીધી. આ ઘટના મસૂરીના ન્યુશતાબ્દીપુરમ આઈડિયલ કોલેજ પાસે ઘટી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...